Daniel 9:20 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હું બોલતો હતો અને પ્રાર્થના કરતો હતો, મારા અને મારા ઇઝરાયલ લોકોનાં પાપ કબૂલ કરતો હતો, મારા ઈશ્વરના પવિત્ર પર્વતને સારુ યહોવાહ મારા ઈશ્વરની આગળ મારી અરજો રજૂ કરતો હતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હું પ્રાર્થના કરતો હતો અને મારાં તથા મારા લોક ઇઝરાયલીઓનાં પાપ કબૂલ કરતો હતો. વળી, પ્રભુ મારા ઈશ્વરને તેમના પવિત્ર મંદિરના પુનરોદ્ધાર માટે વિનંતી કરતો હતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હું બોલતો હતો અને પ્રાર્થના કરતો હતો, અને મારાં તથા મારા ઇઝરાયલ લોકોનાં પાપ કબૂલ કરતો હતો, ને મારા ઈશ્વરના પવિત્ર પર્વતને માટે મારા ઈશ્વર યહોવાની આગળ મારી અરજ ગુજારતો હતો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હું આ પ્રમાણે પ્રાર્થના કરતો હતો, મારા અને મારા લોકો ઇસ્રાએલીઓના પાપની કબૂલાતો કરતો હતો અને મારા દેવ યહોવા સમક્ષ પવિત્ર પર્વત વતી વિનવણી કરતો હતો.