Deuteronomy 1:21 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જુઓ, ઈશ્વર તમારા યહોવાહે તે દેશ તમારી આગળ મૂક્યો છે; ઈશ્વર તમારા પિતૃઓના યહોવાહે તમને કહ્યું તે પ્રમાણે આગળ વધીને તેનો કબજો લો. બીશો નહિ અને ગભરાશો નહિ."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જુઓ, તમારા ઈશ્વર પ્રભુએ આ દેશ તમને સોંપ્યો છે માટે આગળ વધો અને તમારા પૂર્વજોના ઈશ્વર પ્રભુના કહ્યા પ્રમાણે તેને કબજે કરી લો. ગભરાશો નહિ કે નાહિંમત થશો નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જુઓ, યહોવા તારા ઈશ્વરે તે દેશ તારી આગળ મૂક્યો છે. [માટે] યહોવા તારા પિતૃઓના ઈશ્વરે તને કહ્યું છે તે પ્રમાણે આગળ વધીને સર કર. બીશ નહિ ને ગભરાઈશ પણ નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જુઓ, તમાંરા દેવ યહોવાએ તમને આ પ્રદેશ સોંપી દીધો છે. તમાંરા પિતૃઓના દેવ યહોવાની આજ્ઞાને અનુસરો, જાઓ અને એનો કબજો લઈ લો, ડરશો નહિ કે નાહિંમત પણ થશો નહિ.’