Deuteronomy 1:31 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અરણ્યમાં પણ તમે જોયું તેમ જ આ જગ્યાએ આવ્યા ત્યાં સુધી જે માર્ગે તમે ગયા ત્યાં જેમ પિતા પોતાના દીકરાને ઊંચકી લે તેમ ઈશ્વર તમારા યહોવાહે તમને ઊંચકી લીધા છે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તમે જોયું છે કે તમે આ સ્થળે સહીસલામત આવી પહોંચ્યા ત્યાં સુધી માણસ પોતાના બાળકને ઊંચકી લે તેમ તમારા ઈશ્વર પ્રભુએ તમને તમારા પ્રવાસના આખે રસ્તે ઊંચકી લીધા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેમ જ અરણ્યમાં પણ તમે જેમ જોયું કે તમે આ જગાએ આવ્યા ત્યાં સુધી જે આખે રસ્તે તમે ચાલ્યા તેમાં જેમ પિતા પોતાના પુત્રને કેડે તેડે તેમ યહોવા તારા ઈશ્વરે તને કેડે તેડી લીધો છે, તે પ્રમાણે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
રણપ્રદેશની યાત્રા દરમ્યાન તમે જોયું છે કે કોઈ પિતા પોતાના બાળકને ઉપાડી લે તેમ યહોવા તમને અહીં સુધી સતત તમાંરી સંભાળ રાખીને લાવ્યા છે.’