Deuteronomy 10:1 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે સમયે યહોવાહે મને કહ્યું, "પહેલાં હતી તેવી જ બે શિલાપાટીઓ તૈયાર કર અને તેને મારી પાસે પર્વત પર લાવ વળી લાકડાની એક પેટી બનાવ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“તે સમયે પ્રભુએ મને કહ્યું, ‘તું પહેલાની જેવી બીજી બે શિલાપાટીઓ ઘડ અને તેમને લઈને મારી પાસે પર્વત પર આવ. તે પાટીઓ મૂકવા માટે લાકડાની એક કરારપેટી પણ બનાવ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે સમયે યહોવાએ મને કહ્યું, “તું પહેલીના જેવી બે શિલાપાટીઓ ઘડીને પર્વત પર મારી હજૂરમાં આવ, ને લાકડાનો એક કોશ બનાવ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“એ પછી યહોવાએ મને કહ્યું, ‘પહેલાં હતી તેવી જ બે પથ્થરની તકતીઓ તૈયાર કર અને તેને મૂકવા માંટે લાકડાની એક પેટી બનાવ. પછી માંરી પાસે તકતીઓ લઈને પર્વત પર આવ.