Deuteronomy 10:5 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી હું પર્વત પરથી પાછો નીચે આવ્યો, જે કોશ મેં બનાવ્યો હતો તેમાં તે શિલાપાટીઓ મૂકી; યહોવાહે મને આજ્ઞા આપી હતી તે મુજબ તેઓ ત્યાં છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી હું પર્વત પરથી પાછો ઊતર્યો, અને પ્રભુના ફરમાવ્યા પ્રમાણે તે પાટીઓ મેં બનાવેલી પેટીમાં મૂકી અને ત્યારથી તે તેમાં છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને હું પાછો ફરીને પર્વત પરથી ઊતર્યો, ને જે કોશ મેં બનાવ્યો હતો તેમાં તે પાટીઓ મૂકી. અને યહોવાએ મને આ આપી હતી તે પ્રમાણે તેઓ ત્યાં છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી મેં પર્વત પરથી પાછા નીચે આવીને તે તકતીઓ યહોવાની આજ્ઞાનુસાર કોશમાં મૂકી, અને હજી પણ તે ત્યાં જ છે.”