Deuteronomy 10:6 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઇઝરાયલી લોકો બેરોથ બેની યાકાનથી મુસાફરી કરીને મોસેરા આવ્યા. ત્યાં હારુનનું મૃત્યુ થયું, તેને ત્યાં જ દફનાવવામાં આવ્યો. તેની જગ્યાએ તેના દીકરા એલાઝારે યાજકપદની સેવા બજાવી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“ઇઝરાયલીઓ યાકાનીઓના કૂવાઓ પાસેથી નીકળીને મોસેરા આવી પહોંચ્યા. ત્યાં આરોન મૃત્યુ પામ્યો અને ત્યાં તેનું દફન થયું; અને તેની જગ્યાએ તેના પુત્ર એલાઝારે યજ્ઞકારપદની સેવા સંભાળી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
[અને ઇઝરાયલી લોકો બેરોથ બેની-યાકાનથી ઊપડીને મોસેરા આવ્યા. ત્યાં હારુન મરણ પામ્યો, ને ત્યાં તે દટાયો. અને તેની જગાએ તેના પુત્ર એલાઝારે યાજકપદની સેવા બજાવી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
(ઇસ્રાએલી પ્રજા બએરોથ બેની-યાઅકાનથી યાત્રાનો આરંભ કરી મોસેરાહ આવી; ત્યાં હારુનનું મૃત્યુ થયું અને તેને ત્યાં જ દફનાવવામાં આવ્યો. તેના પછી તેનો પુત્ર એલઆઝાર યાજક થયો.