Deuteronomy 10:9 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી લેવીઓને પોતાના ભાઈઓની સાથે કંઈ ભાગ કે વારસો મળ્યો નથી. જેમ યહોવાહ તારા ઈશ્વરે કહ્યું તેમ યહોવાહ પોતે તેનો વારસો છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પોતાના જાતબધુંઓની સાથે લેવીના વંશજોને જમીનમાં કંઈ ભાગ કે વારસો મળ્યો નહિ; પણ, પ્રભુએ તેમને કહ્યું, ‘હું પોતે જ તમારા વારસાનો હિસ્સો છું.’
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે માટે લેવીને પોતાના ભાઈઓની સાથે કંઈ ભાગ કે વારસો મળ્યો નથી. જેમ યહોવા તારા ઈશ્વરે તેને કહ્યું તેમ યહોવ પોતે તેનો વારસો છે.]
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેથી લેવીના વંશજોને જમીનનો કોઇ ભાગ આપવામાં આવ્યો નહિ; જેમ બીજા કુળસમૂહોને આપવામાં આવતો. તમાંરા દેવ યહોવાએ તેમને કહ્યું હતું તે મુજબ, યહોવા પોતે જ તેઓનો ભાગ છે.)