Deuteronomy 11:10 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તમે જે દેશનું વતન પામવાને જઈ રહ્યા છો તે તો મિસર દેશ જ્યાંથી તમે બહાર નીકળી આવ્યા છો તેના જેવો નથી કે જયાં બી વાવ્યા પછી તમારે શાકભાજીની વાડીની જેમ પોતાના પગથી પાણી પાવું પડતું હતું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જે દેશમાં પ્રવેશીને તમે તેનો કબજો લેવાના છો તે દેશ તમે જ્યાંથી નીકળી આવ્યા તે ઇજિપ્ત દેશ જેવો નથી. ત્યાં તો તમે અનાજ વાવતા ત્યારે તમારા પગના પરિશ્રમથી શાકભાજીની વાડીની જેમ ખેતરોને પાણી પાતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કેમ કે તેનું વતન પામવાને તમે જે દેશમાં પ્રવેશ કરવાના છો. તે તો મિસર દેશ જેમાંથી તમે નીકળી આવ્યા તેના જેવો નથી, કે જ્યાં તું બી વાવીને તેને, શાકભાજીની વાડીની જેમ, પોતાના પગથી પાણી પાતો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તમે જે ભૂમિનો કબજો લેવા જઈ રહ્યા છો તે મિસરની ભૂમિ જેવી નથી, જયાંથી તમે આવો છો, અને જયાં બી વાવ્યા પછી તમાંરે શાકભાજીની વાડીની જેમ પાણી પાવું પડતું હતું.