Deuteronomy 11:17 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
રખેને યહોવાહનો કોપ તમારી વિરુદ્ધ સળગી ઊઠે અને તેઓ આકાશમાંથી વરસાદ બંધ કરે અને જમીન પોતાની ઊપજ ન આપે. અને યહોવાહ જે ફળદ્રુપ દેશ તમને આપે છે તેમાં તમારો જલ્દી નાશ થાય.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
નહિ તો પ્રભુનો કોપ તમારી વિરુધ ભભૂકી ઊઠશે. તે આકાશને બંધ કરી દેશે અને વરસાદ પડશે નહિ અને જમીનમાંથી કશું ઉપજશે નહિ અને જે ફળદ્રુપ દેશ પ્રભુ તમને આપવાના છે તેમાં તમારો જલદીથી નાશ થઈ જશે!
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને યહોવાનો કોપ તમારા પર સળગી ઊઠે, ને તે આકાશ બંધ કરે, જેથી વરસાદ ન થાય, અને જમીન પોતાની ઊપજ ન આપે. અને જે ઉત્તમ દેશ યહોવા તમને આપે છે તેમાં તમારો જલદી નાશ થાય.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
નહિ તો તમાંરા પર યહોવાનો કોપ ઊતરશે અને તે આકાશમાંથી વરસાદ પડતો બંધ કરી દેશે, તમાંરી જમીનમાં કાંઈ પાકશે નહિ, અને યહોવા જે ફળદ્રુપ જમીન-દેશ આપી રહ્યા છે તેમાં તમાંરું નામનિશાન થોડા સમયમાં ભૂંસાઈ જશે.