Deuteronomy 11:6 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને સર્વ ઇઝરાયલીઓના જોતાં રુબેનના દીકરાઓમાંથી, અલીઆબના દીકરા દાથાન અને અબિરામને યહોવાહે શું કર્યું તે તમે જોયું છે, પણ તમારા સંતાનો એ જોયું નથી. એટલે કેવી રીતે પૃથ્વી પોતાનું મુખ ઉઘાડીને તેઓને તથા તેઓના કુટુંબોને, તેઓના તંબુઓને અને તેમની સાથેના નોકર ચાકર તથા તેમની માલિકીનાં સર્વ જાનવરોને ગળી ગઈ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એ ઉપરાંત રૂબેનકુળના એલિયાબના પુત્રો દાથાન અને અબિરામની તેમણે કેવી દુર્દશા કરી એટલે કે સર્વ ઇઝરાયલીઓના દેખતાં પૃથ્વી પોતાનું મુખ ઉઘાડીને તેમને, તેમના પરિવારોને, તેમના નોકરચાકરને અને ઢોરઢાંકને ગળી ગઈ એ પણ તમે જોયું.’
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને સર્વ ઈઝરાયલના જોતાં રુબેનના દીકરા અલીઆબના દીકરા દાથાન તથા અબીરામના તેમણે જે હાલ કર્યા, એટલે કે પૃથ્વી પોતાનું મુખ ઉઘાડીને તેમને તથા તેમનાં કુટુંબીઓને તથા તેમના તંબુઓને તથા તેમની માલિકીનાં સર્વ જાનવરોને ગળી ગઈ, તે બધું જેઓએ જાણ્યું નથી તથા જોયું નથી તેમની સાથે એટલે તમારાં છોકરાંની સાથે નહિ [પણ તમારી સાથે હું બોલું છું].
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને રૂબેનના વંશજોમાંથી, અલીઆબના પુત્રો, દાથાન અને અબીરામને દેવે શું કર્યું તે તમે જાણો છો. બધા ઇસ્રાએલીઓના દેખતા પૃથ્વી પોતાનું મોં ઉઘાડીને તેઓને, તેઓના કુટુંબોને, તેઓના તંબુઓને અને તેમની સાથેના નોકરચાકર તથા તેમના સૌ પ્રાણીઓને ગળી ગઈ હતી.