Deuteronomy 11:8 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી જે સર્વ આજ્ઞા હું આજે તમને ફરમાવું છું તે સર્વ પાળો જેથી તમે બળવાન થાઓ અને જે દેશનું વતન પામવાને તમે જઈ રહ્યા છો તેમાં પ્રવેશ કરીને તેનું વતન સંપાદન કરો;
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“માટે જે સર્વ આજ્ઞાઓ હું આજે તમને ફરમાવું છું તેમનું પાલન કરો કે જેથી યર્દનની સામે પાર જઈને તમે જે દેશ વારસા તરીકે મેળવવા માગો છો તેને કબજે કરવાનું તમને બળ પ્રાપ્ત થાય.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
માટે જે સર્વ આજ્ઞાઓ હું આજે તને ફરમાવું છું તે તું પાળ, એ માટે કે તમે બળવાન થાઓ, ને જે દેશનું વતન પામવાને તમે [યર્દન] ઊતરીને જાઓ છો તેમાં પ્રવેશ કરીને તેનું વતન સંપાદન કરો;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“તેથી હવે, હું આજે તમને જે કંઈ જણાવું છું તે સર્વનું તમાંરે પાલન કરવું, જેથી તમે લોકો સામે પાર જે દેશમાં જઈ રહ્યા છો તેમાં પ્રવેશ કરવાનું અને તેને કબજે કરવાનું તમને બળ પ્રાપ્ત થાય.