Deuteronomy 12:20 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જયારે યહોવાહ તમારા ઈશ્વર પોતાના આપેલા વચન મુજબ તમારો વિસ્તાર વધારે ત્યારે તમને જો માંસ ખાવાની ઇચ્છા થાય તો ખાવું કેમ કે મન માનતાં સુધી ખાવાની તમને છૂટ છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“તમારા ઈશ્વર પ્રભુ તેમના વચન પ્રમાણે તમારી સીમા વિસ્તારે અને તમને માંસ ખાવાની ઇચ્છા થઈ આવી હોવાથી તમે કહો કે, ‘મારે માંસ ખાવું છે,’ ત્યારે તમને ધરાઈને માંસ ખાવાની છૂટ છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યહોવા તારા ઈશ્વરે તને આપેલા વચન પ્રમાણે જ્યારે તે તારી સરહદ વિસ્તારશે, ને તું કહેશે, કે ‘હું માંસ ખાઈશ’ [કેમ કે માંસ ખાવાનું તને મન થયું છે], ત્યારે તારુમં મન માનતાં સુધી માંસ ખાવાની તને રજા છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“જયારે તમાંરા દેવ યહોવા પોતે વચન આપ્યા મુજબ તમાંરો વિસ્તાર વધારે ત્યારે તમને જો માંસ ખાવાની ઈચ્છા થાય તો ખાવું હોય એટલું ખાવાની છૂટ છે.