Deuteronomy 12:27 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને યહોવાહ તમારા ઈશ્વરની વેદી પર તમારે તમારાં દહનીયાર્પણ એટલે માંસ તથા લોહી ચઢાવવાં; પણ તમારા યજ્ઞોનું લોહી તમારે યહોવાહ તમારા ઈશ્વરની વેદી પર રેડી દેવું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ત્યાં તમારા ઈશ્વર પ્રભુની વેદી પર તમારે તમારાં દહનબલિ લોહી અને માંસ સહિત ચડાવવા; તમારાં બલિદાનોનું લોહી તમારા ઈશ્વર પ્રભુની વેદીએ રેડી દેવું, પણ તે માંસ તમારે ખાવું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને યહોવા તારા ઈશ્વરની વેદી પર તારે તારાં દહનીયાર્પણો, એટલે માંસ તથા રક્ત, ચઢાવવાં. અને તારા યજ્ઞનું રક્ત યહોવા તારા ઈશ્વરની વેદી પર રેડી દેવું, ને તે માંસ તારે ખાવું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તમે દહનાર્પણ કરો તો તેનું માંસ અને લોહી બંને તમાંરા દેવ યહોવાની વેદી પર ધરાવવાં જોઈએ, જો તે ખાદ્યાર્પણ હોય તો તેનું માંસ તમે ખાઈ શકો છો, પણ તેનું લોહી તમાંરે દેવ યહોવાની વેદી પર રેડવું.