Deuteronomy 12:30 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યારે સાવધ રહેજો, રખેને તેઓનો તમારી આગળથી નાશ થયા પછી તમે તેઓનું અનુકરણ કરીને ફસાઈ જાઓ. અને તમે તેઓના દેવદેવીઓની પૂછપરછ કરતાં એવું કહો કે "આ લોકો કેવી રીતે પોતાના દેવદેવીઓની પૂજા કરે છે.''
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ત્યારે તમે તમારી આગળથી એ પ્રજાઓનો નાશ થઈ ગયા પછી તમે પોતે ફાંદામાં ફસાઇ જઈને, ‘એ લોકો તેમના દેવોની ભક્તિ કેવી રીતે કરતા હતા તે જાણી લેવા દે કે જેથી હું પણ એ પ્રમાણે કરું’ એવું કહીને તમે તપાસ ન કરો એ માટે સાવધ રહેજો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે સાવધાન રહેજે, રખેને તેઓનો તારી આગળથી નાશ થયા પછી તું તેઓનું અનુકરણ કરીને ફાંદામાં પડે અને તું તેઓનાં દેવદેવીઓની પૂછપરછ કરતાં એમ કહે, ‘આ પ્રજાઓ કેવી રીતે પોતાનાં દેવદેવીઓની સેવા કરે છે? એ માટે કે હું પણ તે પ્રમાણે કરું.’
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યારે જોજો, તમે ફસાઈ ન જતા અને ત્યાંની પ્રજાઓના પગલે ચાલીને તેઓના દેવોનું પૂજન કરવામાં તેઓનું અનુસરણ ન કરશો. એમની જેમ પૂજા કરવાના હેતુથી એ લોકો પોતાના દેવની પૂજા કઈ રીતે કરે છે તે જાણવાનો પ્રયત્ન પણ કરશો નહિે,