Deuteronomy 14:26 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને તારું દિલ ચાહે તે ખરીદવા માટે તારે એ પૈસા વડે બળદો, ઘેટાં, દ્રાક્ષારસ અને મધ તમને જે કંઈ પસંદ પડે તે ખરીદવું અને તમારા ઈશ્વર યહોવાહ સમક્ષ તમારે અને તમારા કુટુંબે તે ખાઈને આનંદ કરવો;
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અને ત્યાં તમારું મન ચાહે તે ખરીદવું, એટલે કે, વાછરડા, ઘેટાં કે બકરાં, દ્રાક્ષાસવ કે જલદ આસવ માટે તમારે તે નાણાં ખરચવાં અને ત્યાં તમારા ઈશ્વર પ્રભુના સાનિધ્યમાં તેમનો ઉપભોગ કરીને તમારે તમારા કુટુંબ સહિત આનંદોત્સવ કરવો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તારું દિલ ચાહે તે [ખરીદવા] માટે તારે તે નાણાં ખરચવાં, એટલે વાછરડાંઓને માટે કે ઘેટાંને માટે, કે દ્રાક્ષારસને માટે કે મધને માટે, કે જે કંઈ તને પસંદ પડે તેને માટે. અને ત્યાં યહોવા તારા ઈશ્વરની આગળ તારે ને તારા કુટુંબે તે ખાઈને આનંદ કરવો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યાં તમાંરે એ પૈસા વડે બળદ, ઘેટાં, દ્રાક્ષારસ અને સુરા તમાંરી જે ઈચ્દ્ધા હોય તે ખરીદવું અને તમાંરા દેવ યહોવા સમક્ષ તમાંરે અને તમાંરા કુટુંબે પ્રસન્નતાથી સૅંથે બેસીને ખાવું.