Deuteronomy 14:29 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તમારા ઘરમાં રહેનાર લેવી કે જેને તમારી સાથે કોઈ ભાગ કે વારસો મળ્યો નથી, તે તથા પરદેશી, અનાથ તથા વિધવા આવે અને ખાઈને તૃપ્ત થાય. એ માટે કે જે કામ તમે કરો છો તેમાં તમારા ઈશ્વર યહોવાહ તમને આશીર્વાદ આપે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જેમને તમારી સાથે જમીનનો કંઈ હિસ્સો કે વારસો મળ્યો નથી એવા તમારા નગરમાં વસતા લેવીઓ તથા પરદેશી, અનાથ અને વિધવાઓ આવીને એમાંથી ખાઈને તૃપ્ત થશે. તમે આવું કરશો તો તમારા ઈશ્વર પ્રભુ તમને તમારાં સર્વ કાર્યોમાં આશીર્વાદ આપશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તારા ઘરમાં રહેનાર લેવી કે જેને તારી સાથે ભાગ કે વારસો [મળ્યો] નથી તે, તથા પરદેશી, તથા અનાથ, તથા વિધવા આવે, ને ખાઈને તૃપ્ત થાય, એ માટે કે જે કામ તું કરે છે તે સર્વમાં યહોવા તારા ઈશ્વર તને આશીર્વાદ આપે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
લેવીઓ, જેઓને પોતાની કોઇ જમીન નથી તેમજ તમાંરા ગામમાં રહેતા વિદેશીઓ, વિધવાઓ અને અનૅંથો આવીને ખાઈને સંતોષ પ્રાપ્ત કરે, આમ કરશો તો તમાંરો દેવ યહોવા તમે જે કાંઈ કામ હાથમાં લેશો તેમાં તમને લાભ આપશે. અને તેમના આશીર્વાદ તમાંરા પર ઉતરશે.