Deuteronomy 14:7 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પરંતુ, તમારે કેટલાંક પ્રાણીઓ જેવા કે, વાગોળતાં હોય પણ જેઓની ખરી બે ભાગમાં ફાટી ગયેલી હોય આ પ્રાણીઓ ન ખાવાં. એટલે કે ઊંટ, સસલું તથા શાફાન કેમ કે તેઓ વાગોળે છે પણ તેમની ખરી ફાટેલી નથી, તેઓ તમારા માટે અશુદ્ધ છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પરંતુ માત્ર ફાટેલી ખરીવાળાં જ હોય અથવા માત્ર ખોરાક વાગોળનાર જ હોય એવાં પ્રાણી ખાવાની છૂટ નથી. ઊંટ, સસલાં તથા ઘોરખોદિયું તમારે ન ખાવાં. કારણ, તેઓ વાગોળે છે ખરાં, પણ તેમની ખરી ફાટેલી હોતી નથી. એ તમારે માટે અશુધ છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તોપણ વાગોળનારાંમાંથી અથવા ફાટેલી ખરીવાળાંમાંથી પણ આ [નીચેનાં] તમારે ન ખાવાં. એટલે ઊંટ તથા સસલું તથા શાફાન, કેમ કે તેઓ વાગોળે છે પણ તેમની ખરી ફાટેલી નથી, તેઓ તમારે માટે અશુદ્ધ છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પરંતુ જો આ બંને લક્ષણ ના હોય તો તેવાં પ્રૅંણીઓ તમે ખાઈ શકો નહિ તેથી ઊટ, સસલું કે ઘોરખોદિંયુ (શાફાન) ખાવા માંટે નિષેધ છે. તેઓ વાગોળે છે ખરાં પણ તેઓની ખરી ફાટેલી નથી હોતી.