Deuteronomy 15:10 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
વળી તમારે તેને આપવું જ કે જે તેને આપતાં તમારો જીવ કચવાય નહિ. કારણ કે, એ કાર્યને લીધે યહોવાહ તમારા ઈશ્વર તમારાં બધાં કામમાં એટલે જે કંઈ કામ તમે હાથમાં લેશો તેમાં તમને આશીર્વાદ આપશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એ માટે તમારે તેને ઉદારતાથી અને મન કચવાયા વગર અચૂક આપવું; કારણ, એમ કરવાથી તમારા ઈશ્વર પ્રભુ તમારા હાથનાં સર્વ કાર્યોમાં બરક્ત આપશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તારે તેને આપવું જ, ને તેને આપતાં તારું અંત:કરણ કચવાય નહિ, કેમ કે એ કૃત્યને લીધે યહોવા તારા ઈશ્વર તારા સર્વ કામમાં, ને જે કોઈ [કામ] તું તારા હાથમાં લે છે તેમાં તને આશીર્વાદ આપશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“વળી તેને જેની જરૂર હોય તે તમાંરે તેને ઉછીનું આપવું અને તે માંટે દુ:ખી થવું નહિ! કારણ કે, આના લીધે તમે જે કરશો તેમાં યહોવા તમને તમાંરાં બધાં કાર્યોમાં લાભ આપશે.