Deuteronomy 15:17 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તો એક સોયો લઈને તેને બારણાની સાથે ઊભો રાખીને તેનો કાન વીંધવો એટલે તે સદાને માટે તારો દાસ થશે. અને તારી દાસી વિષે પણ એ પ્રમાણે કરવું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તો તમારે તેને ઘરના બારણા સાથે ઊભો રાખીને તેનો કાન વીંધવો. પછી તે તમારો જીવનભરનો દાસ થશે. તમારી દાસીના સંબંધમાં પણ તમારે એ જ પ્રમાણે કરવું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તો એક આરી લઈને તેને બારણાની સાથે ઊભો રાખીને તારે તેનો કાન વીંધવો, એટલે તે સદાને માટે તારો દાસ થશે. અને તારી દાસી વિષે પણ તારે એજ પ્રમાણે કરવું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તો તમાંરે એક સોયો લઈને તેના કાનની આરપાર વીંધીને બારણામાં ખોસી દેવો, તેથી તે જીવનભર તમાંરો ગુલામ બનીને રહેશે. સ્ત્રીગુલામની બાબતમાં પણ તમાંરે આ પ્રમાંણે જ વર્તવું,