Deuteronomy 16:11 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યહોવાહ તમારા ઈશ્વરે પોતાના પવિત્રસ્થાન માટે પસંદ કરેલી જગ્યાએ તમે, તમારા સંતાન, તમારી દીકરી, તમારા દાસ, તમારી દાસીઓ, નગરની ભાગળમાં રહેતા લેવીઓ, તમારી મધ્યે રહેતા વિદેશીઓ, અનાથો તથા તમારી મધ્યે રહેતી વિધવાઓએ બધાએ મળીને યહોવાહ તમારા ઈશ્વરની આગળ આનંદ કરવો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તમારા ઈશ્વર પ્રભુએ તેમને નામે ભક્તિ કરવા માટે પસંદ કરેલ સ્થાને તમારે પ્રભુના સાંનિધ્યમાં, તમારે તમારાં સંતાનો, નોકરચાકરો, તમારા નગરમાં વસતા લેવીઓ, પરદેશીઓ, અનાથ અને વિધવાઓ સહિત આનંદોત્સવ કરવો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને પોતાનું નામ રાખવા માટે યહોવા તારા ઈશ્વર જે સ્થળ પસંદ કરે ત્યાં, યહોવા તારા ઈશ્વરની સમક્ષ, તું તથા તારો દીકરો તથા તારી દીકરી તથા તારો દાસ તથા તારી દાસી તથા તારા ઘરમાં રહેનાર લેવી તથા તારી મધ્યે રહેનાર પરદેશી તથા અનાથ તથા વિધવા આનંદ કરો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યહોવાએ પોતાની ઉપાસના માંટે પસંદ કરેલા સ્થાને તમાંરે અને તમાંરાં સંતાનોએ, તમાંરાં દાસદાસીઓએ, તમાંરા ગામમાં વસતા લેવીઓએ, અને તમાંરા ભેગા વસતા વિદેશીઓ, અનૅંથો તથા વિધવાઓએ મળીને આ આનંદોત્સવ મૅંણવો.