Deuteronomy 17:1 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યહોવાહ તમારા ઈશ્વરને તમારે ખોડખાંપણવાળાં કે કંઈ પણ રીતે ખરાબ બળદ કે ઘેટો અર્પણ કરવો નહિ. કેમ કે યહોવાહ તમારા ઈશ્વરને તે બલિદાનો ધૃણાસ્પદ છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“તમે ખોડખાંપણવાળાં વાછરડાં કે ઘેટાં તમારા ઈશ્વર પ્રભુને બલિ તરીકે ચડાવશો નહિ. તમારા ઈશ્વર પ્રભુ તેને પણ ધિક્કારે છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જે ગોપશુ અથવા ઘેટુંબકરું કંઈ ખોડખાંપણવાળું કે કૂબડું હોય તેનો યજ્ઞ તું યહોવા તારા ઈશ્વરને ન ચઢાવ, કેમ કે યહોવા તારા ઈશ્વરને તે અમંગળ લાગે છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“તમાંરા દેવ યહોવાને તમાંરે ખોડખાંપણવાળાં બળદ કે ઘેટું અર્પણ કરવાં નહિ. કારણ કે આવાં બલિદાનો યહોવાને ધૃણાપાત્ર છે.