Deuteronomy 17:15 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તો જેને યહોવાહ તમારા ઈશ્વર પસંદ કરે તેને જ તમારે રાજા તરીકે નિયુકત કરવો. તમારા ભાઈઓમાંથી એકને તમારે તમારા શિરે રાજા તરીકે નિયુક્ત કરવો. કોઈ પરદેશી કે જે તમારો ભાઈ નથી તેને તમે તમારે શિરે રાજા નિયુક્ત કરશો નહિ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તો તમારા ઈશ્વર પ્રભુ જેને પસંદ કરે તેની જ રાજા તરીકે નિમણૂક કરવી. તે તમારા પોતાના લોકોમાંનો જ હોવો જોઈએ. કોઈ પરદેશીની રાજા તરીકે નિમણૂંક કરવી નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તો જેને યહોવા તારા ઈશ્વર પસંદ કરે તેને જ તારે રાજા ઠરાવવો. તારા ભાઈઓમાંથી એકને તારે તારે શિર રાજા ઠરાવવો. કોઈ પરદેશી કે જે તારો ભાઈ નથી તેને તું તારે શિર રાજા ઠરાવતો નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તો તમાંરે તમાંરા યહોવા દેવ જે વ્યકિતને પસંદ કરે તેને જ તમાંરે રાજા તરીકે નિયુકત કરવો. પરંતુ તે ઇસ્રાએલી હોવો જોઈએ, વિદેશી નહિ.