Deuteronomy 17:20 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
એ માટે કે તેનું હૃદય તેના ભાઈઓ પ્રત્યે ગર્વિષ્ઠ ન થઈ જાય. તથા આ આજ્ઞાઓથી તે વિમુખ થઈ ન જાય. એ સારુ કે ઇઝરાયલ મધ્યે તેના રાજ્યમાં તેનું તથા તેના સંતાનોનું આયુષ્ય વધે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પોતે પોતાના ઇઝરાયલી લોકો કરતાં મહાન છે એવો ગર્વ તેને ન થાય અને પ્રભુની કોઈ આજ્ઞાનો લેશમાત્ર ભંગ ન કરે. ત્યારે તો તે અને તેના વંશજો ઇઝરાયલમાં લાંબો સમય રાજ્ય કરશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એ માટે કે તેનું હ્રદય તેના ભાઈઓ પ્રત્યે ગર્વિષ્ટ ન થઈ જાય, ને તે આ થી તે ડાબે કે જમણે ભટકી ન જાય. એ માટે કે ઇઝરાયલ મધ્યે તેના રાજ્યમાં તેની તથા તેનાં ફરજંદની આવરદા વધે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એમ કરવાથી તે પોતાના દેશબંધુઓને ઉતરતી કોટિના ગણશે નહિ, તથા આ આજ્ઞાઓથી વિમુખ થશે નહિ અને આમ કરવાથી તેઓ લાંબો સમય શાસન કરશે, અને તેના વંશજો ઇસ્રાએલ પર પેઢીઓ સુધી રાજ્ય કરશે.