Deuteronomy 17:4 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે વિષે તમને ખબર પડે કે તમે તે વિષે સાંભળો તો તમે તે વિષે કાળજીપૂર્વક તપાસ કરો. જો એ વાત સાચી અને ચોક્કસ હોય કે, એવું ઘૃણાસ્પદ કામ ઇઝરાયલમાં બન્યું છે,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અને એ વાત વિષે તમને ખબર મળે અને તમારા સાંભળવામાં આવે તો એ વિષે કાળજીપૂર્વક તપાસ કરો અને ઇઝરાયલમાં એવું અધમ કાર્ય થયું છે એ વાત સાચી અને શંકારહિત હોય,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તે વિષે તને ખબર મળે ને તેં તે વિષે સાંભળ્યું હોય, તો તું ખંતથી તે વિષે તપાસ કર, ને જો, એ વાત ખરી તથા નિ:સંશય હોય કે ઇઝરાયલ મધ્યે એવું અમંગળ કર્મ થયું છે;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને તમને એ વાતની ખબર પડે તો તમાંરે તેની કાળજીપૂર્વક તપાસ કરવી. અને જો એ વાત સાચી ઠરે અને એવું સાબિત થાય કે, એવી ઘૃણાપાત્ર ઘટના ઇસ્રાએલમાં બનવા પામી છે,