Deuteronomy 18:16 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હોરેબમાં સભાને દિવસે જે સર્વ તમે યહોવાહ તમારા ઈશ્વર પાસે માગ્યું કે, "હવે પછી યહોવાહ અમારા ઈશ્વરની વાણી અમારા સાંભળવામાં ન આવે. તેમ જ આ મોટો અગ્નિ હવે પછી અમારા જોવામાં ન આવે. રખેને તે પ્રમાણે હું માર્યો જાઉં."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તમે હોરેબ પર્વત પાસે એકત્ર થયા હતા ત્યારે તમે એવી માગણી કરી કે તમારે ફરીથી તમારા ઈશ્વર પ્રભુની વાણી સીધેસીધી સાંભળવી નથી અને તેમની ઉપસ્થિતિનો મહાન અગ્નિ પણ જોવો નથી; કારણ, તમને માર્યા જવાનો ભય હતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હોરેબમાં સભાને દિવસે જે સર્વ તેં યહોવા તારા ઈશ્વર પાસે માંગ્યું કે, હવે પછી યહોવા મારા ઈશ્વરની વાણી મારા સાંભળવામાં ન આવે, તેમજ આ મોટી આગ હવે પછી મારા જોવામાં ન આવે, રખેને હું માર્યો જાઉં, તે પ્રમાણે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
કારણ કે તમે આ જ માંગણી હોરેબ પર્વત આગળ દેવ પાસે કરી હતી. ત્યાં પર્વતની તળેટી આગળ તમે માંગ્યું હતું કે, ‘તમાંરે દેવનો આવો ભયજનક અવાજ ફરી ન સાંભળવો પડે અથવા પર્વત પર ભયજનક અગ્નિ જોવો ન પડે, રખેને તમે મૃત્યુ પામો.’