Deuteronomy 19:11 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પરંતુ જો કોઈ વ્યક્તિ પોતાના પડોશી પર દ્વેષ રાખે, લાગ તાકીને છુપાઈ રહે અને તેની સામે ઊઠીને તેનો નાશ થાય ત્યાં સુધી તેને મારે કે તે મરી જાય ત્યારે જો તે આ નગરોમાંના કોઈ એકમાં નાસી જાય,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“પરંતુ જો કોઈ માણસ બીજા માણસ પર વૈરભાવ હોવાથી અને સંતાઈ રહીને લાગ મળતાં એ માણસ પર હુમલો કરી તેની હત્યા કરે અને પછી આશ્રય માટેના કોઈ નગરમાં નાસી છૂટે,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પણ જો કોઈ માણસ પોતાના પડોશી પર દ્વેષ રાખીને લાગ તાકીને સંતાઈ રહે, ને તેની સામે ઊઠીને તેને મરણતોલ માર મારીને તેનો જીવ લે, અને જો તે એ નગરોમાંના કોઈએકમાં નાસી જાય,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“પરંતુ જો કોઈ વ્યકિત પોતાના પડોશીની ઇર્ષ્યા કરે કે દ્વેષ રાખે અને લાગ તાકીને છુપાઈ રહે અને તેને તક મળતાં તેના પડોશીની હત્યા કરી નાખે અને પછી આ ત્રણ નગરોમાંથી કોઈ એકમાં આશ્રય લે,