Deuteronomy 19:14 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યહોવાહ તમારા ઈશ્વરે તને જે દેશ વતન માટે આપે છે, તેમાં વતનનો વારસો તમને મળે તે અગાઉના સમયમાં પૂર્વજોએ નક્કી કરેલી તમારા પડોશીઓની સરહદ હઠાવશો નહિ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“તમારા ઈશ્વર પ્રભુ તમને જે દેશનો કબજો આપે છે તેમાં તમને જમીનનો વારસો મળે ત્યારે અસલના સમયમાં તમારા પૂર્વજોએ નક્કી કર્યા પ્રમાણેની તમારા પડોશીના જમીનની હદનો જૂના સમયનો પથ્થર તમારે ખસેડવો નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જે દેશ યહોવા તારા ઈશ્વર તને વતનને માટે આપે છે, તેમાં જે વતનનો વારસો તને મળે તેમાં તારા પડોશીનું જે બાણ અસલના વખતમાં લોકોએ ઠરાવ્યું હોય તે તારે ખસેડવું નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“તમાંરા દેવ યહોવાએ તમને સોંપેલા પ્રદેશમાં, પહેલાંના સમયમાં પૂર્વજોએ નક્કી કરેલી તમાંરા પડોશીઓની સરહદ હઠાવશો નહિ.