Deuteronomy 2:12 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અગાઉ હોરીઓ પણ સેઇરમાં રહેતા હતા, પણ એસાવપુત્રો તેઓની જગ્યાએ આવ્યા. તેઓ પોતાની આગળથી તેઓનો નાશ કરીને તેઓની જગ્યાએ વસ્યા. જેમ ઇઝરાયલે જે દેશ યહોવાહે તેઓને વતનને માટે આપ્યો તેને કર્યું હતું તેમ જ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હોરી જાતિના લોકો પણ અગાઉ સેઈરમાં વસતા હતા, પણ પ્રભુએ જેમ ઇઝરાયલીઓને આપેલી ભૂમિમાંથી બીજા લોકોને હાંકી કાઢયા હતા તે જ પ્રમાણે એસાવના વંશજોએ ત્યાંથી હોરીઓને હાંકી કાઢયા; હોરી પ્રજાનો વિનાશ કરીને તેઓ તેમની જગ્યાએ વસ્યા.)
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અગાઉ હોરીઓ પણ સેઈરમાં રહેતા હતા, પણ તેઓ પછી એસાવપુત્રો તેમની જગાએ આવ્યા; અને તેઓ પોતાની આગળથી તેમનો નાશ કરીને તેમની જગાએ વસ્યા. જેમ ઇઝરાયલે જે દેશ યહોવાએ તેઓને વતનને માટે આપ્યો તેને કર્યું હતું તેમ જ].
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હોરીઓ પહેલા સેઇરમાં રહેતા હતા, પણ એસાવના વંશજો તેઓને હાંકી કાઢીને તેમની ભૂમિ પડાવી લીધી, અને તેમનું નામનિશાન ભૂંસી નાખ્યું. અને તેમની જગ્યાએ પોતે વસવા લાગ્યા, જેમ ઇસ્રાએલીઓએ યહોવાએ, તેમને આપેલી ભૂમિનાં મૂળ વતનીઓની સાથે કર્યુ તેમ.)