Deuteronomy 2:23 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને આવ્વીઓ જેઓ ગાઝા સુધીના ગામોમાં રહેતા હતા, તેઓનો કાફતોરીઓએ કાફતોરમાંથી ધસી આવીને નાશ કર્યો અને તેઓની જગ્યાએ રહ્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એમજ આવ્વી લોકો પહેલાં ભૂમધ્ય સમુદ્રના કાંઠા પાસેના પ્રદેશમાં દક્ષિણે છેક ગાઝા નગર સુધી વસતા હતા. પણ ક્રીત ટાપુથી આવેલા કાફતોરી લોકોએ તેમનો વિનાશ કર્યો અને તેમનો પ્રદેશ કબજે કરીને ત્યાં વસવાટ કર્યો.)
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને આવ્વીઓ જેઓ ગાઝા સુધીનાં ગામડાંમાં રહેતા હતા, તેઓનો કાફતોરીઓએ કાફતોરમાંથી ધસી આવીને વિનાશ કર્યો, ને તેમની જગાએ રહ્યા.]
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
છેક ગાઝા સુધીના ગામોમાં રહેતા આવ્વીઓનું પણ એમ જ થયું હતું. કાફતોરથી આવેલા કાફતોરીઓએ તેઓનું નિકંદન કાઢીને તેઓની જગ્યાએ વસવા માંડ્યું.