Deuteronomy 2:29 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જ્યાં સુધી અમે યર્દન નદી ઓળંગીને અમારા ઈશ્વર યહોવાહ અમને જે દેશ આપવાના છે ત્યાં પહોંચીએ ત્યાં સુધી જેમ સેઈરમાં વસતા એસાવપુત્રો તથા આરમાં વસતા મોઆબીઓ મારી સાથે વર્ત્યા તેમ તું અમારી સાથે વર્તજે"
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જેથી અમે યર્દન ઊતરીને અમારા પ્રભુ અમને જે દેશ આપવાના છે તેમાં પ્રવેશ કરીએ. સેઈરમાં વસતા એસાવના વંશજોએ અને આરમાં વસતા મોઆબીઓએ અમને તેમની હદમાંથી પસાર થવા દીધા હતા તેમ તમે પણ અમને જવા દો.’
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જ્યાં સુધી હું યર્દન ઊતરીને અમારા ઈશ્વર યહોવા અમને જે દેશ આપવાના છે તેમાં પહોંચું ત્યાં સુધી જેમ સેઈરવાસી એસાવપુત્રો તથા આરવાસી મોઆબીઓ મારી સાથે વર્ત્યા તેમ તું અમારી સાથે વર્ત.’
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યર્દન નદી ઓળંગીને અમાંરા દેવ યહોવા અમને જે ભૂમિ આપે છે ત્યાં અમાંરે જવું છે. અમને પસાર થવા દે જેમ સેઇરમાં વસતા એસાવના વંશજોએ તથા આરમાં વસતા મોઆબીઓએ થવા દીધાં.’