Deuteronomy 20:19 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જયારે યુદ્ધ કરતાં તું કોઈ નગર જીતવા માટે લાંબા સમય સુધી તેનો ઘેરો ઘાલે, ત્યારે તેનાં વૃક્ષો પર કુહાડી લગાડીને તું તે કાપી નાખતો નહિ; કેમ કે તું તેઓનું ફળ ભલે ખાય, પણ તું તેઓને કાપી ન નાખ; કેમ કે ખેતરનું વૃક્ષ તે શું માણસ છે કે તારે તેને ઘેરો ઘાલવો પડે?
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“જ્યારે યુધ દરમ્યાન કોઈ નગરને સર કરવા માટે લાંબો સમય ઘેરો ઘાલવો પડે, ત્યારે તેનાં વૃક્ષોને કુહાડીથી કાપી નાખશો નહિ. તમે તે વૃક્ષોનાં ફળ ખાઇ શકો છો, પણ તેમને કાપી નાખશો નહિ. માણસોની જેમ વૃક્ષો કંઈ તમારા શત્રુ નથી કે તમારે તેમને પણ ઘેરો ઘાલવો પડે!
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જ્યારે યુદ્ધ કરતાં તુમ કોઈ નગર લેવા માટે લાંબા વખત સુધિ તેને ઘેરો ઘાલે, ત્યારે તેનાં વૃક્ષો પર કુહાડી લગાડીને તું તેને કાપી નાખતો નહિ; કેમ કે તું તેઓનું ફળ ખાય તો ભલે ખાય, પણ તેઓને તારે કાપી ન નાખવાં. કેમ કે ખેતરનુમ વૃક્ષ તે શું માણસ છે કે તારે તેને ઘેરો ઘાલવો પડે?
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“કોઈ નગરને જીતી લેવા માંટે લાંબા સમય સુધી ઘેરો ઘાલવો પડે તો, તમાંરે આજુબાજુનાં વૃક્ષોના નાશ ન કરવા, ફળાઉવૃક્ષોનાં ફળ ખાવાં, પરંતુ તે વૃક્ષોનો નાશ ન કરો. વૃક્ષો તમાંરાં દુશ્મનો નથી કે તેમને કાપી નાખવા પડે.