Deuteronomy 20:6 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
શું કોઈ એવો માણસ છે જેણે દ્રાક્ષાવાડી રોપી હોય અને તેનાં ફળ ખાધાં ન હોય? તેને જતો રહેવા દો કે તે પાછો તેના ઘરે જાય રખેને તે યુદ્ધમાં માર્યો જાય અને બીજો કોઈ માણસ તેનાં ફળ ખાય.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
વળી, દ્રાક્ષવાડી રોપી હોય પણ તેનું ફળ ચાખવા પામ્યો ન હોય એવો કોઈ છે? જો હોય તો તેને ઘેર જવાની છૂટ છે. નહિ તો કદાચ તે યુધમાં માર્યો જાય અને બીજો માણસ તેનું ફળ ખાય.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને જેણે દ્રાક્ષાવાડી રોપીને તેનું ફળ ખાધું ન હોય એવો કોણ છે? તેને ચાલ્યા જવાની પરવાનગી છે, તેને ઘેર પાછો જાય, રખેને તે યુદ્ધમાં માર્યો જાય ને કોઈ બીજો તેનું ફળ ખાય.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
શું અહીં કોઈ એવી વ્યકિત છે જેણે દ્રાક્ષની વાડી રોપી હોય અને હજી તેનાં ફળ ન ચાખ્યાં હોય? જો હોય તો તે ઘેર પાછો જાય! કારણ કે, જો તમે લડાઈમાં કદાચ માંર્યા જાઓ તો તેનાં ફળ બીજા કોઈ ખાશે!