Deuteronomy 20:8 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અધિકારીઓએ લોકોને એવું પણ પૂછવું કે, "શું કોઈ એવો માણસ છે જે ગભરાઈ ગયો હોય કે નાહિંમત થઈ ગયો હોય? તો તેને જતો રહેવા દો કે તે પાછો તેના ઘરે જાય, રખેને તેના હૃદયની જેમ તેના ભાઈઓનાં હૃદય પણ નાહિમ્મત થઈ જાય."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“અધિકારીઓ વિશેષમાં એમ પણ કહે કે, ‘હિંમત ઓસરી ગઈ હોય અને ડરી ગયા હોય એવા કોઈ છે? જો હોય તો તેમને ઘેર જવાની પરવાનગી છે. નહિ તો, એવા માણસો બીજાઓને નાહિંમત કરી દેશે.’
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને સરદારોને લોકોને એમ પણ કહે કે, બીકણ તથા નાહિમ્મત કોણ છે? તેને ચાલ્યા જવાની પરવાનગી છે, તે તેને ઘેર પાછો જાય, રખેને તેની જેમ તેના ભાઈઓ પણ નાહિમ્મત થઈ જાય.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“વળી અધિકારીઓએ વધુમાં કહેવું કે, ‘હવે, શું અહીં કોઈ એવો પુરૂષ છે જે ગભરાઈ ગયો હોય કે હિંમત હારી ગયો હોય? અને જો હોય તો તે પાછો જાય; નહિ તો તે કદાચ અન્ય સાથીદારોને પણ નાહિંમત બનાવી દેશે.’