Deuteronomy 21:16 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી જયારે તે તેના દીકરાઓને મિલકતનો વારસો આપે ત્યારે એમ થવું જોઈએ કે અણમાનીતીનો દીકરો જે એનો ખરો જયેષ્ઠ દીકરો છે તેની અવગણના કરીને માનીતી પત્નીના પુત્રને જયેષ્ઠ દીકરો ગણવો નહિ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તો જ્યારે તે માણસ પોતાના પુત્રોને મિલક્તનો વારસો વહેંચી આપે ત્યારે અણમાનીતીના પ્રથમજનિત પુત્રને બદલે માનીતી સ્ત્રીના પુત્રનો પક્ષ લઈને તેને પ્રથમજનિત પુત્રનો હિસ્સો ફાળવે નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તો જ્યારે તે તેના દીકરાઓને તેની માલમિલકતનો વારસો આપે ત્યારે એમ થવું જોઈએ, કે અણમાનીતીનો દીકરો જે ખરો જ્યેષ્ઠ છે તેને બદલે તે માનીતીના દીકરાને જ્યેષ્ઠ ન ઠરાવે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને પછી જયારે પુત્રો વચ્ચે મિલકત વહેંચવાનો વખત આવે ત્યારે તેણે અણમાંનીતી પત્નીનો પુત્ર જે એનો સાચો મોટો પુત્ર છે તેની અવગણના કરીને માંનીતી પત્નીના પુત્રને મોટો પુત્ર ગણવો નહિ.