Deuteronomy 21:20 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને તેઓ તે નગરના વડીલોને કહે કે "આ અમારો દીકરો જીદ્દી અને બળવાખોર છે તે અમારું કહ્યું માનતો નથી. તે લાલચું અને મદ્યપાન કરનારો છે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અને તેઓ તેમને કહે, ‘આ અમારો પુત્ર હઠીલો અને ઉધત છે અને અમારું કહ્યું માનતો નથી. વળી, તે ઉડાઉ અને નશાબાજ છે.’
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેઓ તે નગરના વડીલોને કહે કે, ‘આ અમારો દીકરો હઠીલો તથા અણકહ્યાગરો છે, ને તે અમારું કહેવું માનતો નથી. તે ઉડાઉ તથા છોકટો છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને તેમને કહેવું કે, ‘અમાંરો પુત્ર અમાંરા કહ્યામાં નથી, જીદ્દી અને બળવાખોર છે, તે લાલચુ અને પિયક્કડ છે, તે કાબૂ બહાર ચાલ્યો ગયો છે.’