Deuteronomy 21:4 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને તે નગરના વડીલો તે વાછરડીને વહેતા પાણીવાળી એક ખીણ કે જ્યાં કદી વાવણી કે ખેડાણ ના થયું હોય ત્યાં લાવે અને તે ખીણમાં તેની ગરદન ભાંગી નાખે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અને તે નગરના વડીલોએ જ્યાં કદી ખેડાણ કે વાવેતર થયું ન હોય એવા વહેતા ઝરણાના ખીણપ્રદેશમાં તે વાછરડીની ડોક ભાંગી નાખવી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તે નગરના વડીલો તે વાછરડીને વહેતા પાણીવાળી એક ખીણ, કે જેમાં ખેડાણ તથા વાવેતર કરવામાં આવ્યું ન હોય, ત્યાં લાવે ને ત્યાં જ તે ખીણમાં તે વાછરડીની ગરદન ભાંગી નાખે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને તેઓએ તેને જયાં કદી વાવણી કે ખેડાણ ના થયું હોય તેવી ખીણમાં લઇ જવી, વહેતા જળના વહેળામાં તેને લઈ જાય અને તેની ડોક ત્યાં ભાંગી નાખવી.