Deuteronomy 22:24 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તો તમારે તે બન્નેને ગામના દરવાજા આગળ લાવીને પથ્થર મારીને મારી નાખવાં. કન્યાને પથ્થરે મારવી, કેમ કે તે નગરમાં હતી છતાં પણ તેણે બૂમ પાડી નહિ. અને પુરુષને પથ્થરે મારવો, કેમ કે તેણે ઇઝરાયલી પડોશીની પત્નીનું અપમાન કર્યું છે. આ રીતે તારી મધ્યેથી દુષ્ટતા દૂર કરવી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તો તમારે તે બન્નેને નગરના દરવાજા પાસે લાવીને પથ્થરે મારીને મારી નાખવાં; કન્યાને એટલા માટે કે તે નગરમાં હોવા છતાં તેણે મદદ માટે બૂમ પાડી નહિ; અને પુરુષને એટલા માટે કે તેણે પોતાના સાથી ઇઝરાયલીને સગપણમાં અપાયેલી સ્ત્રી સાથે સમાગમ કર્યો. એ રીતે તમારે તમારી મધ્યેથી દુષ્ટતા દૂર કરવી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તો તમે તે બન્નેને તે નગરના દરવાજા પાસે લાવીને તેઓને પથ્થરે મારીને મારી નાખો. કન્યાને એ માટે કે નગરમાં હોવા છતાં પણ તેણે બૂમ પાડી નહિ. અને પુરુષને એ માટે કે તેણે પોતાના પડોશીની સ્ત્રીની આબરૂ લીધી છે: એ રીતે તું તારી મધ્યેથી ભૂંડાઈ દૂર કર.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તો તમાંરે તે બંનેને ગામના ચોરા આગળ લાવીને જાહેરમાં ઇટાળી કરીને માંરી નાખવાં. છોકરીને એટલા માંટે માંરી નાખવી કે ગામમાં હોવા છતાં તેણે સહાય માંટે બૂમ પાડી નહિ. અને પેલા માંણસને એટલા માંટે માંરી નાખવો કે તેણે એ સ્ત્રી સાથે વ્યભિચાર કર્યો જેની તેના જાતભાઇ સાથે સગાઇ થઇ હતી. તમાંરે તમાંરી વચ્ચેથી એ દુષ્ટને દૂર કરવું જ જોઈએ.