Deuteronomy 22:29 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તો તે કન્યા સાથે વ્યભિચાર કરનાર તે પુરુષ તે કન્યાના પિતાને પચાસ શેકેલ ચાંદી આપે. તે તેની પત્ની થાય, વળી તેણે આબરુ લીધી છે. તેના આખા આયુષ્યભર માટે તે કદી તેને છૂટાછેડા આપે નહિ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તો તે પુરુષ તે કન્યાના પિતાને ચાંદીના પચાસ સિક્કા કન્યાવિક્રય તરીકે આપે અને તે તેની પત્ની થાય. તે માણસે તે કન્યા સાથે બળજબરીથી સમાગમ કર્યો તેથી તે તેના આખા જીવનભર તેને છૂટાછેડા આપી શકે નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તો તે કન્યાની સાથે વ્યભિચાર કરનાર માણસ તે કન્યાના પિતાને પચાસ [શેકેલ] રૂપું આપે, ને તે તેની પત્ની થાય. કેમ કે તેણે તેની આબરૂ લીધી છે. તેની આખી જિંદગીભર તેનાથી તેના છૂટાછેડા કરી શકાય નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તો તે પુરુષે તે કન્યા સાથે લગ્ન કરવાં અને દંડ તરીકે કન્યાના પિતાને 50 તોલા ચાંદી આપે. તે છોકરી તેની પત્ની થશે. વળી તેણે બળજબરીથી તે કન્યા જોડે વ્યભિચાર કર્યો છે માંટે તે કદી તેને છૂટાછેડા આપે નહિ.