Deuteronomy 23:18 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ગણિકાની કમાણી તથા કૂતરાનું મૂલ્યની માનતા ઉતારવા માટે યહોવાહ તમારા ઈશ્વરના ઘરમાં લાવવા નહિ; કારણ કે એ બન્ને કમાણીને યહોવાહ તમારા ઈશ્વર ધિક્કારે છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એ જ પ્રમાણે એવી સ્ત્રી વેશ્યાની કે પુરુષ વેશ્યાની કમાણી તમારે તમારી માનતા પૂરી કરવા માટે તમારા ઈશ્વર પ્રભુના મંદિરમાં લાવવી નહિ. કારણ, તમારા ઈશ્વર પ્રભુ એ બન્‍નેની કમાણીને ધિક્કારે છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
વેશ્યાની કે કૂતરાંની કમાણી કોઈ માનતા ઉતારવા માટે તારે યહોવા તારા ઈશ્વરના ઘરમાં લાવવી નહિ; કેમ કે એ બન્‍ને કમાણી યહોવા તારા ઈશ્વરને અમંગળ લાગે છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
દેવદાસ કે દેવદાસીના વારાંગનાવૃતિથી થતી કમાંણીના પૈસા કોઇપણ કારણે દેવ યહોવાના પવિત્રસ્થાનમાં લાવવા નહિ; કારણ કે, વારાંગનાવૃતિને તમાંરા દેવ યહોવા ધિક્કારે છે. તે પૈસાને યહોવાને કરેલા કોઇ પણ સમની કિંમત ભરવા ન વાપરવા.