Deuteronomy 23:4 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કારણ કે, જયારે તમે મિસરમાંથી બહાર આવ્યા, ત્યારે તેઓ માર્ગમાં રોટલી તથા પાણી લઈને તમારી સામે આવ્યા નહિ; વળી તેને લીધે તેઓએ અરામ-નાહરાઈમના પથોરથી બેઓરના દીકરા બલામની સાથે કરાર કરીને તમને શાપ આપવા તેને બોલાવ્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
કારણ, જ્યારે તમે ઇજિપ્ત દેશમાંથી નીકળી આવ્યા ત્યારે તે મુસાફરી દરમ્યાન તેમણે તમને આવકાર્યા નહિ અને ખોરાકપાણી પૂરાં પાડવાનો ઈન્કાર કર્યો. એથી વિશેષ, અરામ-નાહરાઈમના પયોર નગરથી બયોરના પુત્ર બલામને તમને શાપ આપવાને નાણાં આપીને રોક્યો હતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કારણ કે જ્યારે તમે મિસરમાંથી નીકળ્યા, ત્યારે તેઓ માર્ગમાં રોટલી તથા પાણી લઈને તમારી સામે આવ્યા નહિ. અને એને લીધે કે તેઓએ અરામ-નાહરઈમના પથોરથી બેઓરના દીકરા બલામની સાથે કરાર કરીને તને શાપ આપવા તેને બોલાવ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આ નિયમનું કારણ છે કે જયારે તમે મિસરમાંથી બહાર આવ્યા, ત્યારે આ પ્રજાએ પાણી અને રોટલી લઈને માંર્ગમાં તમને આવકાર પણ આપ્યો નહિ. વળી તમને શ્રાપ આપવા તેઓએ અરામનાહરાઈમના પથોરથી બયોરના પુત્ર બલામને પૈસાની લાલચ આપી બો લાવ્યો.