Deuteronomy 24:15 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
દરેક દિવસે તમે તેનું વેતન તેને આપો; સૂર્ય તે પર આથમે નહિ, કેમ કે તે ગરીબ છે તેના જીવનનો આધાર તેના પર જ છે. આ પ્રમાણે કરો કે જેથી તે તમારી વિરુદ્ધ યહોવાહને પોકાર કરે નહિ અને તમે દોષિત ઠરો નહિ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
સૂર્યાસ્ત થયા પહેલાં તમે તેને તેનું દૈનિક વેતન ચૂકવી દો. તે તંગીમાં છે અને તેથી તેના પર તેનું ચિત્ત ચોંટેલું છે. જો તમે તેનું વેતન નહિ ચૂકવો તો તે પ્રભુ આગળ તમારી વિરુધ પોકાર કરશે અને તમે દોષિત ઠરશો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે જ દિવસે તું તેની મજૂરી તેને આપ, સૂર્ય તે પર આથમે નહિ, કેમ કે તે ગરીબ છે, ને તેનું મન તેમાં ચોટેલું છે. રખેને તે યહોવાની આગળ તારી વિરુદ્ધ પોકાર કરે, ને એમ તું દોષિત ઠરે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
સૂર્યાસ્ત પહેલાં તે માંણસને તમાંરે તેની મજૂરી રોજની રોજ ચૂકવી દેવી, કારણ કે એ ગરીબ હોવાથી એ નાણાં પર જ તેના જીવનનો આધાર છે. તમે જો એમ કરશો તો એને તમાંરી વિરુદ્ધ યહોવાને ફરિયાદ કરવી પડશે નહિ અને તમને પાપ પણ લાગશે નહિ.