Deuteronomy 24:19 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જયારે તમે ખેતરમાં વાવણી કરો, ત્યારે જો તમે પૂળો ખેતરમાં ભૂલી જાઓ તો તે લેવા તમે પાછા જશો નહિ, તેને પરદેશી, અનાથો તથા વિધવાઓ માટે ત્યાં જ પડયો રહેવા દેવો, જેથી યહોવાહ તમારા ઈશ્વર તમને તમારા હાથનાં સર્વ કામમાં આશીર્વાદ આપે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“જ્યારે તમે કાપણી કરતા હો અને ખેતરમાં પૂળો ભૂલી જાઓ તો તે લેવા પાછા જશો નહિ. પરદેશી, અનાથ અને વિધવાઓ માટે એ રહેવા દો. એમ કરવાથી તમારા ઈશ્વર પ્રભુ તમારાં સર્વ કાર્યોમાં તમને આશીર્વાદ આપશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જ્યારે તું તારા ખેતરમાં તારો પાક કાપીને ખેતરમાં એક પૂળો ભૂલી ગયો હોય, ત્યારે તેને લાવવાને પાછો ન જા. તે પરદેશીને માટે તથા અનાથને માટે તથા વિધવાને માટે રહે. એ માટે કે યહોવા તારા ઈશ્વર તારા હાથનાં સર્વ કામમાં તને આશીર્વાદ આપે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“જયારે પાકની કાપણી કરો ત્યારે એકાદ પૂળો ખેતરમાં રહી જાય, તો તે લેવા પાછા ખેતરે જવું નહિ; વિદેશીઓ, અનાથો તથા વિધવાઓ માંટે તેને ત્યાં જ પડયો રહેવા દેવો, જેથી તમાંરા યહોવા દેવ તમને આશીર્વાદ આપશે અને તમાંરા કામમાં લાભ આપશે.