Deuteronomy 24:4 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યારે તેનો પહેલો પતિ, જેણે તેને અગાઉ કાઢી મૂકી હતી, તે તેને અશુદ્ધ થયા પછી પોતાની પત્ની તરીકે ફરીથી ન લે; કેમ કે, યહોવાહની દૃષ્ટિમાં તે ઘૃણાસ્પદ છે. યહોવાહ તમારા ઈશ્વર તને જે દેશ વારસા તરીકે આપનાર છે તે દેશને તું પાપનું કારણ ન બનાવ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તો તે સ્ત્રીનો પ્રથમ પતિ તેની સાથે પુનર્લગ્ન કરી શકે નહિ. તે સ્ત્રી તેને માટે અશુધ ગણાય. જો તે માણસ એ સ્ત્રી સાથે ફરીથી લગ્ન કરે તો એ વાત પ્રભુની દૃષ્ટિમાં ધિક્કારપાત્ર ગણાશે. જે દેશ તમારા ઈશ્વર પ્રભુ તમને વારસા તરીકે આપે છે તેને તમારે અશુધ કરવો નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તો તેના પહેલા પતિએ તેને કાઢી મૂકી હતી તે તેને અશુદ્ધ થયા પછી ફરીથી પોતાની પત્ની કરી ન લે, કેમ કે યહોવાની દષ્ટિમાં તે અમંગળપણું છે. અને જે દેશ યહોવા તારા ઈશ્વર તને વારસા તરીકે આપે છે તેના પર તું દોષ ન લાવ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એ સ્ત્રીને છૂટાછેડા આપનાર એનો પ્રથમ પતિ એને પોતાની પત્ની તરીકે ફરીથી લગ્ન કરીને રાખી શકે નહિ, કારણ કે, તે તેના માંટે અશુદ્ધ થયેલી છે. યહોવાની દૃષ્ટિએ એ પાપ છે. તમાંરા દેવ યહોવા તમને જે દેશ આપનાર છે તેને તમાંરે બગાડવો જોઈએ નહિ.