Deuteronomy 24:5 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જયારે કોઈ પુરુષ નવ પરિણીત હોય ત્યારે તે લશ્કરમાં ન જાય કે તેને કંઈ જ કામ સોંપવામાં ન આવે; તે એક વર્ષ સુધી ઘરે રહે, જે પત્ની સાથે તેણે લગ્ન કર્યું છે, તેને આનંદિત કરે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“જો કોઈ માણસ તાજેતરમાં પરણ્યો હોય તો તેને લશ્કરમાં મોકલવો નહિ. તેમજ તેને કોઈ ધંધામાં રોકવામાં ન આવે. તે એક વર્ષ સુધી બધી જવાબદારીથી મુક્ત રહી પોતાને ઘેર રહે અને પોતાની પત્નીને પ્રસન્‍ન કરે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જ્યારે કોઈ પુરુષ નવી સ્‍ત્રી પરણે ત્યારે તે લશ્કરમાં ન જાય, તેમ જ તેને કંઈ કામ સોંપવમાં ન આવે. તે એક વર્ષ સુધી ઘરમાં છૂટો રહે, ને, જે સ્‍ત્રી તે પરણ્યો હોય તેને ખુશ કરે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“કોઈ પણ નવપરિણીત પુરુષની લશ્કરમાં કે અન્ય કોઈ જાહેર નોકરીમાં નિમણૂક કરવી નહિ; કારણ કે એક વર્ષ સુધી તે ઘેર પોતાની પત્ની સાથે રહીને આનંદ કરવા માંટે મુકત છે.”