Deuteronomy 24:7 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જો કોઈ માણસ ઇઝરાયલના લોકોમાંથી પોતાના કોઈ ભાઈનું અપહરણ કરી તેને ગુલામ બનાવે, કે તેને વેચી દે, તો તે ચોર નિશ્ચે માર્યો જાય. આ રીતે તમારે તમારામાંથી દુષ્ટતા દૂર કરવી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“જો કોઈ માણસ સાથી ઇઝરાયલીનું અપહરણ કરે અને તેને ગુલામ તરીકે રાખતાં કે વેચતાં પકડાઈ જાય તો તે અપહરણકાર મૃત્યુદંડ પામે. એ પ્રમાણે તમારી વચમાંથી તમારે દુષ્ટતા દૂર કરવી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જો કોઈ માણસ ઇઝરાયલનાં સંતાનમાંથી પોતાના કોઈ ભાઈનું હરણ કરે, ને તેની પાસે ગુલામી કરાવે, અથવા તેને વેચે, તો તે ચોર માર્યો જાય. એમ તું તારી મધ્યેથી ભૂંડાઈ દૂર કર.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“કોઈ વ્યકિતએ તેના જાતિબંધુ ઇસ્રાએલીનું અપહરણ કરી તેને ગુલામ બનાવે અને પછી તેને ગુલામ તરીકે વેચી દે, તો તેને મૃત્યુદંડની શિક્ષા કરવી. તમાંરામાંથી આ અનિષ્ટ દૂર કરવું.