Deuteronomy 27:4 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જયારે તમે યર્દન પાર કરી રહો, ત્યારે આ પથ્થરો જે વિષે હું આજે તમને આજ્ઞા આપું છું તેઓને એબાલ પર્વત પર મૂકવા અને તેના પર ચૂનો લેપ કરવો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તમારા પૂર્વજોના ઈશ્વર પ્રભુએ આપેલા વચન પ્રમાણે તમને યર્દન ઓળંગીને પ્રભુ તમારા ઈશ્વર તમને દૂધમધની રેલમછેલવાળો જે દેશ આપે છે તેમાં તમે જાઓ ત્યારે આજે હું તમને જે સૂચના આપું છું તે પ્રમાણે તમારે એ પથ્થરો એબાલ પર્વત પર ઊભા કરવા અને તેમના પર ચુનાનો લેપ કરવો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તમે યર્દન ઊતરી રહો ત્યાર પછી એમ થાય કે આ પથ્થરો જે વિષે હું આજે તને આજ્ઞા આપું છું તેઓને તમારે એબાલ પર્વત પર ઊભા કરવા ને તેઓના પર લેપ મારવો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“અને યર્દનને સામે કિનારે તમે પહોંચો ત્યારે એબાલ પર્વત પર વહેલામાં વહેલી તકે સ્મૃતિચિન્હરૂપે પથ્થરોનો એક સ્તંભ ઊભો કરી તેના પર ચૂનાનું પ્લાસ્ટર કરો.