Deuteronomy 28:13 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને યહોવાહ તમને સર્વના અગ્રેસર બનાવશે, પણ પૂંછ નહિ. અને તમે ઉપર જ રહેશો નીચે નહિ. જો યહોવાહ તમારા ઈશ્વરની આજ્ઞાઓ જે આજે હું તમને ફરમાવું છું તેઓને તમે લક્ષ આપીને પાળો અને અમલમાં લાવો,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રભુ તમને બધી પ્રજાઓના અનુયાયી નહિ, પણ અગ્રેસર બનાવશે. તમે સૌના ઉપરી થશો; કોઈના તાબામાં નહિ હો. જો તમે પ્રભુની જે આજ્ઞાઓ હું આજે તમને ફરમાવું છું. તેમનું ખંતથી પાલન કરો, તો તમે સદા આબાદ થશો અને કદી નિષ્ફળ જશો નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને યહોવા તને [સર્વનું] શિર બનાવશે, પણ પુચ્છ નહિ. અને તું ઉપર જ રહેશે, ને નીચે રહેશે નહિ; જો યહોવા તારા ઈશ્વરની આજ્ઞાઓ જે આજે હું તને ફરમાવું છું તેઓને તું ધ્યાન આપીને પાળે તથા અમલમાં લાવે,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આજે હું તમને તમાંરા દેવ યહોવાની જે આજ્ઞાઓ જણાવું છું તેનું તમે નિષ્ઠાપૂર્વક પાલન કરશો તો યહોવા તમને આગળ રાખશે, પાછળ રાખશે નહિ, અને તમે હંમેશા ઉપર રહેશો નીચે નહિ.