Deuteronomy 28:14 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને જે વચનો આજે હું તમને કહું છું તેઓમાંના કોઈથી જો તમે ડાબે કે જમણે ફરી જઈને અન્ય દેવોની સેવા કરવા તેઓની પાછળ નહિ જાઓ, તો તે પ્રમાણે થશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અને જે આજ્ઞાઓ હું આજે તમને ફરમાવું છું તેમનાથી ડાબે કે જમણે ફંટાઈને અન્ય દેવદેવીઓની સેવાપૂજા કરવા ભટકી ન જાઓ તો એમ થશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને જે વચનો આજે હું તને ફરમાવું છું તેઓમાંના કોઈથી જો તું જમણે કે ડાબે ફરી જઈને અન્ય દેવાની સેવા કરવા તેઓની પાછળ નહિ જાય, તો [એમ થશે].
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આજે મેં તમને જે નિયમો દર્શાવ્યા છે તેમાંથી તમે આમ કે તેમ જરાય ચલિત થશો નહિ, અને અન્ય દેવોની કદાપી સેવાપૂજા કરશો નહિ, તેના ઉપર આ સર્વ આશીર્વાદોનો આધાર છે.