Deuteronomy 28:29 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને જેમ અંધજન અંધારામાં ફાંફાં મારે છે તેમ તમે ભર બપોરે ફાંફાં મારશો. અને તમારા માર્ગોમાં તમે સફળ નહિ થાઓ; અને તમે કેવળ લૂંટ તથા જુલમને આધીન થશો. અને તમને બચાવનાર કોઈ નહિ હોય.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તમે ભરબપોરે આંધળા માણસની જેમ ફાંફાં મારશો. તમારા કોઈ કાર્યમાં તમને સફળતા મળશે નહિ. તમારા પર સતત જુલમ થશે અને તમે લૂંટાયા કરશો, પણ તમને બચાવનાર કોઈ નહિ હોય.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને જેમ આંધળો અંધારામાં ફાંફાં મારે છે, તેમ તું ખરે બપોરે ફાંફાં મારશે, ને તારા માર્ગમાં તું સફળ નહિ થાય. અને તું માત્ર જુલમ તથા લૂટને સ્વાધીન થશે, ને તને બચાવનાર કોઈ નહિ હોય.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જેથી તમે કોઈ આંધળો ધોળે દહાડે અંધારામાં ફાંફાં માંરે તેમ તમે ફાંફાં માંરશો છતાં તમને રસ્તો જડશે નહિ, સતત તમાંરું શોષણ થશે, તમે લૂંટાશો છતાં કોઈ તમને આવીને બચાવશે નહિ.