Deuteronomy 28:54 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તમારી મધ્યે જે કોઈ માણસ લાગણીશીલ હશે- તેની નજર તેના ભાઈ પ્રત્યે, પોતાની પ્રિય પત્ની પ્રત્યે અને પોતાનાં બાકી રહેલાં સંતાનો પ્રત્યે ઈર્ષાળુ થશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એ ઘેરા અને સકંજાને લીધે એવી કારમી અછત ઊભી થશે કે તમારામાં સૌથી સદ્ગૃહસ્થ અને લાગણીશીલ હોય એવો પુરુષ પણ ખોરાકના અભાવે પોતાનાં જ કેટલાંક સંતાનોનો ભક્ષ કરશે અને તે એટલો સ્વાર્થી થઈ જશે કે પોતાના સગાભાઈ, પ્રાણપ્રિય પત્ની કે બચી ગયેલાં બાળકોને પણ એમાંથી વહેંચશે નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તમારામાંનો જે કોઈ કોમળ તથા બહુ નાજુક પરુષ હશે તેની આંખ પોતાના ભાઈ પ્રત્યે, ને પોતાની પ્રાણપ્રિય પત્ની પ્રત્યે, ને પોતાનાં બાકી રહેલાં છોકરાં પ્રત્યે ભૂંડી થશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“તમાંરામાંનો અતિ કોમળ હૃદયનો નમ્ર વ્યકિત પણ તેના ભાઈ પ્રત્યે, વહાલી પત્ની પ્રત્યે અને હજીયે જીવતાં રહેલાં તેનાં સંતાનો પ્રત્યે નિષ્ઠુર બનશે.